“સંબંધ”

સ્ત્રી અને પુરુષ બંને જતું કરે ત્યારે એક સુંદર સંબંધ સર્જાય છે. સંબંધ ની સુંદરતા સાથે રહીને ચાલવામાં છે. એકબીજાને નીચા દેખાડવામાં નથી. એકબીજા માટે જતું કર્યું તેની ગણતરી કરવાથી  ક્યારેય પણ  સંબંધ ટકતો નથી. જેમ સિક્કાની બે બાજુ હોય છે. એમ જ બંને પાત્રની લાગણીઓ,વિચારસરણી ઓ પણ અલગ હોય છે. સમજણ, સહજતા અને  ધીરજ આ બાબતો જરૂરી છે કોઈપણ સંબંધમાં. પુરુષનો ત્યાગ સ્ત્રીના ત્યાગ જેટલો જ મહત્વનો છે. સંબંધ માં અપેક્ષા, માન-સનમાન અને લાગણીઓની ભૂખ હોયછે. જે સંબંધ સ્વાર્થ અને પૈસા ની જરૂરત પર ટકેલો હોય એ ક્ષણભંગુર માત્ર છે. 

મને લોકો પૂછે છે કે હું કેમ હંમેશા સ્ત્રી – પુરૂષ પર  જ વધારે લખવુ પસંદ કરું છું ? હું એટલું જ કહીશ કે આપણો જન્મ પણ એક સુંદર સંબંધ ના અસ્તિત્વમા આવવાના લીધે થયો છે. જે માણસ સંબંધથી સુખી એ માણસ સદા સુખી. જે માણસ સંબધથી દુઃખી તે માણસ ક્યાંય સુખી નથી. કોઈપણ સંબંધ  હમેશ બે વ્યક્તિઓથી હોય છે. એકલતાનો કોઈ સગો-સંબંધી નથી. બે વ્યક્તિ મળે ત્યારે તેમની લાગણીઓ, અપેક્ષાઓ, વિચારો બમણા થતાં હોય છે કારણકે તેમને આ બધું એક કરવાનું હોય છે. એટલે જ સંબંધો મા તકરાર, દરાર આવતી હોય છે અને જો આવા સમયે સ્ત્રી એની હઠ અને પુરુષ એનો અહમ પકડી રાખે તો ફક્ત એટલું જ કહેવા પૂરતું  રહે કે “વીનાશ કાળે વિપરીત બુદ્ધિ.” એકબીજાની ખામીઓ, ભૂલોને સુધારવી, સમજવી, સ્વીકારવી એ  એક માત્ર યોગ્ય વિકલ્પ છે. જે સંબંધ માં બે વ્યક્તિઓ એક ના થાય એને સંબંધ ના  કહી શકાય.

સંબંધનો સીધો સંબંધ અપેક્ષા સાથે જોડાયેલ છે. જયારે વ્યક્તિઓની અપેક્ષાને ઠેસ, અથવા તેમની અપેક્ષા પૂર્ણ નથી તયારે સંબંધમા તિરાડ પડે છે. એ જ રીતે જ્યારે બે વ્યક્તિ વચ્ચે કમ્યુનિકેશન ગેપ એટલે કે સંચાર,   સંદેશવ્યવહાર અને સાદી ભાષામાં કહ્યે તો બેસી ને વાત-ચીત ન કરવી અને  સમસ્યાઓને મુક્તપણે જણાવે નહીં તયારે આવી પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય છે. આવી પરિસ્થિતઓમાં પણ સંબંધ ને  સંકેલવા પડે છે. આના સિવાય પણ અન્ય પરિબળો છે જેના લીધે સંબધનો અંત  અણવો પડતો હોય છે.

એક વ્યક્તિની સમજણ, ત્યાગ કે પછી સહન કરવાથી ક્યારેય સમસ્યાનું સમાધાન નથી થતું. બંને વ્યકિતએ આ તમામ પરિબળો હંમેશા સમાન અને સરખે ભાગે આવે ત્યારે જ સંબંધ પૂર્ણ થયો ગણાય.

અનેક ભાષા-પરિભાષા માં સંબંધ ની વ્યાખ્યાઓ લખવામાં આવી છે પણ હું તમને ખાત્રી આપું છુ કે બધા સહમત થાય એવી સંબંધ ની એક પણ  વ્યાખ્યા આ જગતમાં લખાઈ નથી. મેં સોસીયલ મિડિયા પર  અનેક પોસ્ટ શેર કરી છે અને  અનેક પોસ્ટ વાંચી છે પણ પરફેટ તો કોઈ લખી શક્યું નથી આ નાના અમસ્થા “સંબંધ” શબ્દ વિશે અને હું પણ કદાચ આ શબ્દ પર પરફેક્ટ લખી શકી એમ કહેવું યોગ્ય નથી. 

અંતમાં એટલું જ  કહીશ  કે જેમ લાગણીઓ બદલાય એની સાથે જ “સંબંધ”ની વ્યાખ્યા પણ  બદલાય જાય છે.મારા  અવલોકન પ્રમાણે  હું એટલું જ કહીશ કે “સંબંધ” એટલે “સમય” કદાચ મારી આ વાત સાથે તમે પણ સહમત થશો.

Advertisements

14 Comments »

  1. સબંધ એટલે સમય ખરેખર તેમાં બધું આવી ગયું, હું શું તમારી આ પોસ્ટ મારા બ્લોગ માં તમારા નામ સાથે શેર કરી શકું?

    Like

  2. સબંધ એ ઉગતા સુર્યનુ એવુ કિરણ જે ઉજાશ જ ફકત નથી, તે અધંકારનો પણ નાશ…..કહેવાય,સબંધએ ઉષ્માનો આવકાર છે તો વિશ્વાશ કે ભાવનુ એક પ્રતિક છે. સબંધ ક્યારેય જુના નથી થતા ફકત સમૃતિમા ઓજલ થતા હોય છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s