બાળકનો બોજ હળ​વો કરો.

મીના સોફા પર બેઠી છે. હાથમા ફોટો આલ્બમ છે. મીના દિવાલ પર લટકાવેલા કેલેન્ડર સામે જુવે છે. આજે, તારિખ ૧૦ જુન ૨૦૧૬ છે. મીના ફોટો આલ્બમ તરફ જુવે છે અને આલ્બમ પર લખેલા નામ વિવાનપર પ્રેમથી હાથ ફેરવે છે અને સ્મિત કરતા આલ્બમનો પહેલો ફોટો જુવે છે. ફોટામા મીના એકદમ ખુશ છે હોસ્પિટલના ખાટલા પર સુતી છે બાજુમા નાનુ બાળક સુતુ છે. ફોટો પર લખેલ છે. “અમારો હિરોબાજુ મા તારિખ લખેલ છે ૧૦ જુન. મીના બીજો ફોટો જુવે છે. ફોટો પર લખેલ છે વિવાન હવે એક મહિનાનોઅને વિવાન એક્દમ ક્યુટ લાગી રહ્યો છે. મીના આમ વિવાનના ફોટોસ એક પછી એક મહિના અને વર્ષો પ્રમાણે ફેરવી રહી હતી. અચાનક એક ફોટો પર મીના થોભી ગઇ. ફોટો વિવાનના ૧૦મા ધોરણમા જનરલ નોલેજમા પ્રથમ ઇનામ મળ્યાનો હતો. વિવાન હાથમા ટ્રોફી પકડી શાળાના સ્ટેજ પર ઉભો છે. મીના ફોટોમા રહેલી ટ્રોફી પર હાથ ફેરવે છે અને આશું વહે છે અને મીના ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. મીના ભુતકાળમા વિસરે છે.

<

p style=”margin:0;font-size:11pt;text-align:justify;”>

૧૦ વર્ષ પહેલા આજ જ દિવસે.

મીના વહેલા ઉઠી ગઇ હતી અને ખુબ ખુશ હતી કારણ કે આજે વિવાનનો જન્મદિવસ હતો. મીના નાઇ-ધોઇ ઘરના મંદિરમા પુજા-પાઠ કરતી હતી. આજે પ્રસાદ મા પણ વિવાનની મનગમતી મિઠાઇ મોદકના લડ્ડુ હતા. મીના પુજા-પાઠ કરી પ્રસાદની થાળી લઇ વિવાન ના રૂમ તરફ જાય છે. અને રૂમમાંથી વિવાનનન્.. એમ જોસથી ચીસ વિવાનના પપ્પા મનોજને સંભળાય છે. મનોજ વિવાનના રૂમ તરફ દોડિ જાય છે જુવે છે તો પુજાની થાળી નિચે વેરે-વિખેર પડિ છે. મોદક ના લાડુ આમ-તેમ વિખેરેલ પડ્યા છે. મીના માઢમા ગોઠણીયાભર બેઠી  છે  ઉપર તરફ જોઇ રડી રહિ છે મનોજ ઉપર જુવે છે તો  વિવાન પંખા પર લટકતો હોય છે. વિવાનની નજર દિવાલ તરફ છે  જેના પર મીના-મનોજએ લખેલ હતુ “હિરો હંમેશા ૯૦% અપ લાવે” ટેબલ પર પડેલા કન્પયુટરમા ૧૦મા ધોરણના બોર્ડના પરિણામની વેબસાઇટ ખુલેલી હતી, બાજુમા ચિઠ્ઠી હતી જેમા લખેલ હતુ. “સોરી મમ્મિ-પપ્પા, હું તમારો હિરો ના બની શક્યો”… મીના રડે છે અને વર્તમાનમા આવે  છે.

વર્તમાન

મીના રડી રહી છે અને મનોજ મીના પાસે સોફા પર બેસે છે. મીનાનુ માથુ પોતાના ખભા તરફ લઇ મુકે છે અને પોતાની આંખો નમ કરતા કહે છે કે “મીના તુ દર વર્ષે આ અણબનાવ યાદ કરે છે અને રડે છે, બસ હવે મીના” અને ડોરબેલ વાગે છે. મીના મનોજ તરફ જુવે છે અને ફટાફટ આંશુ લુછે છે. મીના સોફા પરથી ઉઠી દરવાજો ખોલે છે. સામે ૨૭ વર્ષનો યુવાન ઉભો છે અને મીનાને કહેછે “શું મમ્મિ હંમેશા દરવાજો મોડેથી ખોલે છે” મીના કહે છે “વિવાન આજે કેમ જલ્દી?” મનોજ વિવાનનો અવાજ સાંભળતા જ ફોટો આલ્બમ સંતાડી દે છે અને છાંપુ વાંચવાનુ નાટક કરે છે. વિવાન ઘરમા પ્રવેશતા “આજે મને પ્રમોશન મળ્યુ તો રજા લઇને આવ્યો તમારી બન્ને સાથે સમય વિતાવી શકુ.” વિવાન મનોજ સામે જોવે છે મનોજ છાંપુ નિચે કરી સ્મિત આપે છે. મીના વિવાનના ગાલ પર પ્રેમથી હાથ ફેરવે છે અને કહે  છે “ઓકે બેટા જા ફ્રેશ થઇજા” વિવાન સ્મિત આપી પોતાના રૂમ તરફ જાય છે. વિવાન એક ડગલુ રૂમ તરફ ભરે છે અને યાદ આવે છે કે ૧૦ વર્ષ પહેલા આજ્ના દિવસે તેણે આત્માહત્યા કરવા પ્રયાસ કર્યો હતો પણ મમ્મી-પપ્પા રૂમમા આવ્યા ત્યારે હજુ થોડો જિવ બાકિ હતો વિવાનને યાદ આવે છે કે પપ્પાને જેવી ખબર પડે છે કે મારામા જીવ બાકિ છે એ મને પંખા પરથી નીચે ઉતારી અને તરત જ હોસ્પિટલ લઇ જાય છે. વિવાનને યાદ આવે છે કે સારવાર બાદ જ્યારે ઘરે પરત ફરે છે ત્યારે મમ્મી-પપ્પા મને રૂમમા લઇ જતા ત્યારે હુ કેવો નર્વસ હતો અત્યારે પણ વિવાન એટલો જ નર્વસ છે. વિવાન રૂમનો દરવાજો ખોલે છે અને બાળપણનો વિવાન દરવાજો ખોલતો હોય એ યાદ આવે છે. વિવાન રૂમમા આવે છે અને બાળપણનો વિવાન મમ્મિ-પપ્પા સાથે રૂમમા આવે છે. બન્ને વિવાન દિવાલ સામે આવિને ઉભે છે. હિંમત કરતા કરતા દિવાલ તરફ જુવે છે. દિવાલ પર લખેલ છે.”ડોન્ટ વરી, જો તુ ક્યારેય નિષ્ફળ  થયો હશે તો પણ તુ અમારા  માટેહિરો જ રહિશ ” બાળપણનો વિવાન મમ્મી-પપ્પાને ભેટ્ટીને ધ્રુસકે ધ્રુસકે રડિ પડે છે. વિવાન પણ ગોઠણીયાભર જમીને પર બેસી પોતાના બન્ને હાથ મોઢા પર રાખી ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યે છે.

<

p style=”text-align:justify;”>

પરિક્ષામા નિષ્ફળતાથી ઝિંદગી નથી હારી જવાતી. બાળકનો બોજ હળવો કરો. ચાલો, પરિક્ષાને સહજતાથી લઇએ કઠોરતાથી નઇ.

Advertisements

6 Comments »

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s