જ​વાબદાર કોણ​?

મારૂ આ બ્લોગ હુ ગુરુજી (શ્રી શ્રી રવી શંકરજી)ને અર્પણ કરૂ છુ.

જવાબદાર કોણ?

“વાત એકદમ સાચી છે. મોહિત તેમના માતા-પિતાને ફરિ વતન એકલા છોડિ આવ્યો છે.”

પાર્ટીમા ચાલી રહેલી ટોક ઓફ ધ ટાઉનની વાતો હુ સાભંળી રહિ હતી. લોકો મોહિતની જ વાતો કરતા હતા. મને વિશ્વાસ નહોતો થતો કે મોહિતે આમ કેમ કર્યુ? મે મોહિતને કોલ કર્યો. “ક્યા છો?”જોરદાર મ્યુઝિકનો અવાજ આવિ રહ્યો હતો “ઓહ્હ્હ હાઇ બસ, જન્નતમા છુ.” મે થોડુ ગુસ્સે થઇ ને ફરિ પુછ્યુ “ડાહ્યો થયા વગર કે ક્યા છો?” “રોક યોર લાઇફ એન્ડ ફરગેટ યોર વાઇફ” ઓક આવુ છુ ત્યા તુ બહાર આવજે. રોક યોર લાઇફ એન્ડ ફરગેટ યોર વાઇફ પબ છે. જે ફકત પુરૂષો માટે છે.

હુ ત્યા પબની બહાર મોહિતની રાહ જોઇ રહી હતી. મોહિત પિધેલી હાલત મા લથડિયા ખાતો બહાર આવ્યો મને શોધે છે. મે ગાડી માથી બહાર હાથ કરી મોહિત ને બોલાવ્યો. મોહિત ગાડી તરફ આવ્યો અને અમે ચોપાટી બાજુ જવા નિકળ્યા. રસ્તામા મે પુછયુ શું છે આ બધુ? મોહિતની આંખો વધુ નશાના લિધે બંધ થતિ હતી. આંખોને ખોલતા ખોલતા બોલ્યો શું છે એટલે શું છે?? મે પાણીની બોટલ આપી લે પેલા મોઢુ ધોયલે પછિ વાત કરિયે. અમે ચોપાટી પહોચિ ગયા હતા. મોહિત નિચે ઉતરિ મોઢુ ધોય મારી બાજુમા આવી દરિયા સામે પારિ પર બેસી ગયો. મે મોહિત સામે  જોયુ અને કહ્યુ શું છે આ બધુ? મોહિતે મારી સામે જોયા વગર પોતાના બન્ને હાથ પારી પર ટેકાવી આકશ તરફ જોય બોલ્યો ” બસ હવે આજ છે” આજે, ઘણા ટાઇમ પછી કોઇએ પુછયુ. મોહિત, હવે તુ આ ગોળ ગોળ વાતો બંધ કર અને મને કે શું થયુ? કેમ અંકલ આન્ટીને પરત મુકી આવ્યો? હુ તને ઘણા વર્ષોથી ઓળખુ છુ. તુ જવાબદારીથી ભાગવાવાળો માણસ નથી. મોહિત આકાશ તરફ જોઇ રહ્યો છે. લાંબો શ્વાસ લિધા પછિ બન્ને હાથ આગળ લઇ કોણીને ઘુટણ પર ટેકાવી દરિયા તરફ જોઇ બોલ્યો. “શું કઉ મારા મનની વાત્? તને ખબર છે, બાણપણમા મને તબલા વગાડવાનો બહુ જ શોખ હતો, હુ બહુ ધુની હતો, મને સંગીત સાથે ખુબ જ લગાઉ હતો, પણ હુ તો દિકરો ને, મારે તો મોટા થઇને જવાબદારી હતી કમાવાની. મ્મમી પ્પપાએ સંગીતથી દુર કરી દિધો, અમે નાના ગામડામા રહેતા હતા. મ્મમી પ્પપા મને ભણવામા ધ્યાન આપજે કેહતા અને મારે ભણી-ગણી આગળ વધવાનુ અને એ સાચા પણ હતા કારણ કે જીવવા અને શોખ પુરા કરવા કેટલુ મરવુ પડે છે એ મે જોઇ લિધુ છે. ૧૨મા સુધિ ગામમા ભણયા પછિ મ્મમી પ્પપાએ  આ શહેરમા ભણવા મોકલ્યો, તને ખબર છે, બોલવાથી લઇ, કપડા,જમવા,ઉઠવા,બેસવા,હરવા-ફરવા સુધી બધુ જ તદ્ન્ન નવુ હતુ મારા માટે, પણ મારે ગમે તેમ અહિયા રહેવુ હતુ. કોલેજ પુરી કરી ડિગ્રી મેળવી, પ્રેમ થયો, લગ્ન થયા, સાલી, જીદંગી બરફની જેમ પિગળવા માંડી હતી. હુ અને કોમલ બન્ને રોજ બરોજ કામે જ્યે, પાર્ટિ કર્યે, આમ જીવન ચાલી રહ્યુ હતુ. મ્મમી-પ્પપાને અમારી સાથે રેહવા આવવુ હતુ અને હુ તેમને વતનથી લાવ્યો. અમારા રોજના શેડ્યુલ રીતે અમે કામ પર જતા રહ્યે અને સાંજે પરત ફરિએ. મ્મમી પ્પપા ગામડે રહેલા એટલે એમને શહેરમા ફાવતુ નહિ. હવે, થયુ એવુ કે રોજ રોજ ઝગડા ચાલુ થઇ ગયા અને ટાર્ગેટ હુ. કોમલ મને બોલે કે મ્મમી પ્પપા મને રોક્-ટોક કરે અને મ્મમી-પ્પપા પણ મને બોલે કે તુ અમારૂ ધ્યાન નથી રાખતો. મ્મમી પ્પપા ગામડે હતા તો ત્યા બધા મેંણા-ટોંણા કરતા કે દિકરો શહેર જઇ જલસા કરે અને મા-બાપ એકલા પડ્યા છે અહિયા. આના, કરતા તો દિકરાના હોય એ સારુ. રોજ ના કંકાસને લિધે કોમલ મને છોડિને જતી રહિ. મ્મમી-પ્પપાને શહેરમા નથી ફાવતુ એટલે પરત મુકી આવ્યો. આ વાતને લઇને પણ મેંણા-ટોંણા કે દિકરાથી મા-બાપ સચવાતા નથી. મને કે આમા મારો ક્યા વાંક છે? શું હુ ઇચ્છતો હતો શહેરમા આવીને કમાવાનુ? શુ મે મારી જવાબદારી પુરી નથી કરી? શુ હુ રોજ અહિયા જલસા કરૂ છુ? બોલ એવુ મે શુ કર્યુ કે સારો દિકરો ના કહેવાયો? શુ મે કોમલને છોડિ? કોમલ મને શુ કામ છોડિને ગઇ એ વાત જાણીયા વિના મને જવાબદાર ગણે બધા. મોહિત ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો અને આંશુ લુછતા બોલ્યો એટલે હવે હુ એક્લો સારો. જેને જે કેવુ હોઇ તે કે. મને કોઇ ફેર નથી પડતો હુ તો બધા માટે આમ પણ ખરાબ ને ઓમ પણ ખરાબ,” મેં જ પેહલા જેટલા સવાલ પુછ્યા હતા એટલી જ હુ મૌન હતી. મોહિતને તેના ઘરે ડ્રોપ કરી હુ ઘરે પરત ફરી રહિ હતી. રસ્તામા બસ એજ વિચારો ચાલતા હતા કે વાંક કોનો? મોહિતનો? કોમલનો કે પછિ અંકલ-આંટીનો?

બસ આ જ પરિસ્થિતીનો સામનો કદાચ આપણે બધા પણ કરી રહ્યા છે. માં-બાપ સંતાનોને મોટા કરે જિવતા શિખવે અને અપેક્ષા કરે એમની પાસે એ સ્વાભાવિક વાત છે.  સંતાનો જમાના પ્રમાણે જીવવા માંગે છે પણ માં-બાપને  દુખી કર્યા વિના. લગ્નજીવન તો જાણે ચા દિવસનુ રહિ ગયુ. જે દિકરીને માં-બાપની રોક-ટોક ગમે છે તેને સાસું-સસરાની રોક-ટોક નથી ગમતી. બધા પોત-પોતાની જગ્યાએ  સાચા તો જવાબદાર કોણ?

કદાચ આપણા વિચારો, જુના,નવા,રૂઢી ચુસ્ત, કઠોર, મુક્ત, સંકોચિત,સંકુચિત એવા ઘણા વિચારો. હવે તમારે નક્કિ કરવાનુ છે કે તમારા માટે શુ મહત્વનુ છે? વિચારો કે વ્યક્તિ? બધા દુખનુ ઉધભવવુ અને બધા દુખનુ સામાધન ફક્ત આપણા પોતાના વિચારો છે.

હુ પણ એકસમયે આવા જ વિચારોથી જુજતી હતી મારા વિચારોને સાચી ગતી આપનાર આર્ટ ઓફ લીવીંગ અને શ્રી શ્રી રવી શંકરજીને (ગુરૂજી) ને ખુબ ખુબ આભાર. મે તો નક્કિ કરી લિધુ છે કે મારા માટે મહત્વનુ શુ છે. અને તમે?

 

Advertisements

8 Comments »

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s