દિવાળી;લક્ષ્મી પૂજન

લક્ષ્મી પૂજન 

ધન સંપદા શાંતિ અને સમૃદ્ધિની જ્યારે વાત આવે ત્યારે વિષ્ણુપ્રિયા લક્ષ્મીજી નજર સમક્ષ આવે છે.દિવાળી પર લક્ષ્મી પૂજન લગભગ બધા જ ઘરે થતું હોય છે. આજે ઘરે જાતે સરળ વિધિ કરી શકાય તેવી નાની અને સરળ વિધિ આજે તમારી સમક્ષ રજૂ કરું છું 

મહુરત 

તારીખ 27 10 2019 ના રોજ 

ઓફિસ ની પૂજા 

સમય બપોરે 03: 15 થી 4:15 

ઘરે પૂજા 

સમય સાંજે 7:00વાગ્યે થી 8:15

સામગ્રીઓ

બાજોઠ, નાળા છડી, ચોખા, ફૂલ, ધૂપ/લોબાન, ઘીદિવો, લક્ષ્મીજી ગણેશજીનો ફોટો અથવા મૂર્તિ, કુમકુમ, સોપારી, હળદર નો ગઠિયો, હળદર, લવિંગ, એલચી, સોના/ચાંદી સિક્કો/સાદો સિક્કો, ખીર(કેસરવાળી), પતાસા, મમરા, ફ્રુટ, પૈસાનોટ, ગંગાજળ, પંચામૃત, લાલ રેશમી વસ્ત્ર, કળશ, પૂજાનું નાળીયેર, કેરીના પાન, કમળ/ચોખાનું અષ્ટદળ કમળ,શણગાર સામાન, માટીના ગૌરી ગણેશ. 

દિશા

ઉત્તર-પૂર્વ

મંત્ર

ગણેશજીની મંત્ર

श्री वक्रतुण्ड महाकाय सूर्य कोटी समप्रभा

निर्विघ्नं कुरु मे देव सर्व-कार्येशु सर्वदा।।

Shree Vakratunda Mahakaya Suryakoti Samaprabha

Nirvighnam Kuru Me Deva Sarva-Kaaryeshu Sarvada ||

 લક્ષ્મીજીની મંત્ર

ॐ श्री महालक्ष्म्यै नमः

Om Sri Maha Lakshmyai Namaha

માઁ ગૌરી-ગણેશ ની સ્થાપના બાદ મંત્ર

कर्पूरगौरं करुणावतारं

संसारसारम् भुजगेन्द्रहारम् ।

सदावसन्तं हृदयारविन्दे

भवं भवानीसहितं नमामि ॥

Karpuura-Gauram Karunna-Avataaram

Samsaara-Saaram Bhujage[a-I]ndra-Haaram |

Sadaa-Vasantam Hrdaya-Aravinde

Bhavam Bhavaanii-Sahitam Namaami ||

सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके ।

शरण्ये त्र्यम्बके गौरि नारायणि नमोऽस्तु ते ॥

Sarva-Manggala-Maanggalye Shive Sarvaartha-Saadhike |

Sharannye Trya[i-A]mbake Gauri Naaraayanni Namo[ah-A]stu Te ||

અંતમાં નવગ્રહ મંત્ર

ॐ ब्रह्मा मुरारी त्रिपुरांतकारी

भानु शशि भूमिसुतो बुधास्च गुरुस्च शुक्रः शनि राहू केतवे

सर्वे ग्रह शांति करा भवन्तु.

Aum Brahma Murari Tripurantkari Bhanu Shashi Bhumisuto Budhasch Gurusch Sukrah Shani Rahu Ketve Sarve Graha Shanti Kara Bhavantu.

વિધિ

સૌપ્રથમ બાજો પર લાલ વસ્ત્ર પાથરવું અને ગણેશજીની મૂર્તિને ગંગાજળ , પંચામૃત થી સ્નાન કરાવી સ્થાપના કરવી. ત્યારબાદ લક્ષ્મીજીની મૂર્તિને પણ આવી જ રીતે સ્થાપના કરવી. ત્યારબાદ કળશ માં ગંગાજળ અને સાદું પાણી અને હળદર, કુમકુમ, થોડું અનાજ, ચાંદીનો સિક્કો અથવા સાદા સિક્કા મુકવા કળશ પર ફરતે કેરીના પાંદ મુકવા તેના પર નાળિયેર પર લાલ વસ્ત્ર વીંટીને મૂકવું અને કળશ ને કમળ અથવા ચોખાના બનાવેલ અષ્ટ દળ કમળ પર સ્થાપિત કરવું.ત્યારબાદ માટીના/હળદરના બનાવેલ માઁ ગૌરી અને ગણેશની સ્થાપના કરવી. ત્યારબાદ ગણેશજી, લક્ષ્મીજી અને માં ગૌરી ગણેશ ને પુષ્પ વડે ગંગાજળ અર્પણ કરવું. સ્વયં પર ગંગાજળ છાંટો, પરિવારના સભ્યો પર પણ છાંટો, ત્યારબાદ હળદર અને કુમકુમ નો તિલક ગણેશજી, લક્ષ્મીજી અને માં ગૌરી અને ગણેશ ને કરવા. ત્યારબાદ લક્ષ્મીજીને ચૂંદડી અને ગણેશજી ને નાળા છડી વસ્ત્રો ઓઢાઢવા વસ્ત્ર પર હળદર જરૂર થી લગાડવી. સ્વયં અને ઘરના સભ્યોને પણ નાળા છાડી બાંધવી. ત્યારબાદ ઘીનો દીવો કરવો અને દીવાને કમળ અથવા ચોખાથી બનાવેલ અષ્ટ દળ કમળ પર સ્થાપીત કરવું.ત્યારબાદ ધૂપ/લોબાન કરવું.ત્યારબાદ નાગરવેલનાં પાન પર બે સોપારી, બે, લવિંગ, બે એલચી, ને મુકવા અને આવા 4 પાન તૈયાર કરવા અને લક્ષ્મીજી, ગણેશજી અને માં ગૌરી ગણેશને અર્પણ કરવા. ત્યારબાદ પતાશા, મમરા, ફ્રુટ, ખીર, જે પણ પ્રસાદ તૈયાર કર્યો હોય તે ધરાવવો. ત્યારબાદ ચોખાની નાની ઢગલી કરવી તેના પર હળદરનો ગઠિયો,  ચાંદીનો સિક્કો, સોનાનો સિક્કો, સદા સિક્કા, પૈસાની નોટ અથવા કોઈ સોનાનો દાગીનો મુકવો , તિલક કરવા, ધૂપ કરવું, ત્યારબાદ લક્ષ્મીજીને શણગાર નો લાલ સમાન અર્પણ કરવો. આમ પૂજા પાર્થના કરવી

લક્ષ્મીજીના 108 નામ જાપ કરવા. લક્ષ્મી સુકતનો પાઠ કરવો.

લક્ષ્મીજીના મંત્ર ઉચ્ચારણ કરવા.

આ પૂજામાં આરતી કરવાની નથી અને હાથ જોડવાના નથી. લક્ષ્મીજીને બને હાથ ખુલ્લા રાખી અથવા સાડી, દુપટ્ટના પાલવ આગળ કરી માંગવાનું છે. આરતી કરવાથી એ દેવ પૂજા પૂર્ણ થયા બાદ વિદાય રૂપે કરાય છે માટે લક્ષ્મીજી ની આરતી કરાતી નથી. 

બીજે દિવસ

વિધિ પુરી થયા બાદ, કળશ ના જળને ઘરના ખૂણે ખૂણે છંટકાવ કરવો, અને તુલસીને અર્પણ કરવું, ચોખા રસોડા માં ચોખા હોય તેની સાથે મિક્સ કરી દેવા તેમાં ચાંદી નો સિક્કો પણ જોડે મુકવો ખાસ ધ્યાન રાખવું રોજ ઉપયોગ માં લેવામાં આ સિક્કો ના આવે તેનું. વધેલા ચોખા અથવા નીચે પડી ગયા  હોય તેને પક્ષીને ચણ માં નાખવા, નાળીયેર ને વધારવું અને પ્રસાદી ઘરના સભ્યો એ લેવી, લાલ વસ્ત્રમાં અન્ય સોના, ચાંદી ના સિક્કા , હળદરનો ગઠિયો અને પૈસા નોટ બાંધી તિજોરી માં મુકવા, પતાશા ખીર વિગેરે પ્રસાદ ગ્રહણ કરવો, લવિંગ, એલચી સોપારી ને જ્યારે તમે અથવા તમારા ઘરના સભ્યો કોઈ મહવત્વના કામ માટે જતા હોય ત્યારે પ્રસાદી રૂપ ગ્રહણ કરવા. માટીના માં ગૌરી અને ગણેશજીને છોડના કૂંડા માં વિસર્જિત કરવા સાથે સાથે ફૂલ હાર પાર છોડના કુંડામાં માટીમાં દબાવી આપવા જોઇએ. લક્ષ્મીજીને અર્પણ કરેલ શણગાર ઘરની સ્ત્રીઓએ આશીર્વાદ રૂપે વાપરવો જોઈએ. આ પૂજામાં ગણેશજી અને લક્ષ્મીજીની સાથે સાથે વિષ્ણુજીની પૂજા સ્થાપના કરવી અતિ શુભ છે. 

આમ દિવાળીના લક્ષ્મીજીનું પૂજનઘરે જાતે કરી શકીએ છે.

 વધુ કોઈ જાણકારી માટે સંપર્ક કરવો.

Aastrologer Kirann

07043548863

તમે WhatsApp ગ્રુપ પણ જોઈન કરી શકો છો.

Click to join WhatsApp group 

https://chat.whatsapp.com/DTuRHlGtQxD1mOkWCEJmDl

સૂર્ય ગ્રહની અન્ય ગ્રહો સાથે યુતિ.

સૂર્ય ગ્રહ એટલે ગ્રહોમાં રાજા. સૂર્ય બધા ગ્રહોનું કેન્દ્ર અને બધા ગ્રહોમાં સૌથી શક્તિશાળી ગ્રહ એટલે સૂર્ય. સૂર્ય એટલે આત્મા, પિતા, સામર્થ્ય, માન, યશ, કીર્તિ, વ્યાપાર,  વિગેરે.. નિર્બળ સૂર્ય પોતાના ધર્મગુણો ગુમાવતો હોય છે. શરીરમાં હાડકા, મસ્તિષ્ક, હૃદય સાથે સંબંધ ધરાવે છે. કેવા પરિણામો સૂર્યના હોય છે અન્ય ગ્રહો સાથે તે આજે થોડું ઘણું જાણીએ.સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચનો બને છે. 

સૂર્ય-ચંદ્ર

સૂર્ય-ચંદ્રની યુતિ હોય તો જાતકને માતા-પિતાના સુખમાં કમી વર્તાય છે. જાતક ધર્મ ક્ષેત્રે આગળ આવે છે. આવા જાતકો શિલ્પકળા, વાસ્તુ કળા, મૂર્તિકલામાં રસ ધરાવતા હોય છે. 

સૂર્ય-શનિ

સૂર્ય-શનિની યુતિ હોય તો જાતકના પિતા સાથેના સંબંધમાં હતાશા આવે છે. કૌટુંબિક ભોગ આપવો પડે છે. સૂર્ય એટલે પ્રકાશ અને શનિ એટલે અંધકાર. આવા યુતિ વાળા જાતક ધર્મ ને લઈને ગેરમાર્ગે દોરતા હોય છે. આવા જાતકો અથાગ પરિશ્રમ કર્યા બાદ માંડ સફળ થતા હોય છે. શનિ એટલે મજુર વર્ગ અને સૂર્ય એટલે રાજા આવી યુતિ ક્યા ભાવમાં છે કઈ રાશિ માં છે કયા ગ્રહોની દ્રષ્ટિમાં છે એ વિશે પ્રથમ જાણવું પડે છે. આવા જાતકોને ધાતુ સંબંધિત વ્યવસાય માં સફળતા મળે છે.આ યુતિ અતિ અશુભ માનવામાં આવી છે. આ યુતિ પિતૃ દોષ માટે જવાબદાર છે.

સૂર્ય-શુક્ર

સૂર્ય-શુક્ર ની યુતિ વાળા જાતક સંગીતકાર, બુદ્ધિશાળી હોય છે. સમાજમાં એમનો મોભો માન હોય છે. સૂર્ય અને શુક્ર એકસાથે પસાર થતા આકર્ષણ ઉત્પન્ન થાય છે માટે આવા જાતકો થી લોકો પ્રભાવિત વધારે થાય છે. આ યુતિને શુભ માનવામાં આવી છે. આવા જાતક ધની અને સફળ હોય છે.

સૂર્ય-બુધ

સૂર્ય અને બુધ પરમ મિત્ર છે. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ એટલે બુધ. લગભગ બધા ની કુંડળીમાં બુધ સૂર્યની સાથે અથવા આસપાસના ભાવ માં સ્થિત હોય છે. આવી યુતિ વાળા જાતક હોશિયારી થી ઉચ્ચ ડીગ્રી પ્રાપ્ત કરતા હોય છે. ધંધાકીય સૂઝબૂજ સારી હોય છે. આ યુતિ અતિ શુભ મનાય છે. પરંતુ ફરી થી કઈ રાશિ માં કયા ભાવ માં અને કયા ગ્રહો સાથે સ્થિત અને દ્રષ્ટિ માં છે જેનો અભ્યાસ જરૂરી છે.

સૂર્ય-મંગળ

આ યુતિ વાળા જાતક સ્વભાવે ઉગ્ર, ક્રોધિત હોય છે કારણકે સૂર્ય અને મંગળ બંને અગ્નિ તત્વ ના છે. યુતિ શુભ હોય તો જાતક ને ડોકટર બનાવી શકે છે. આવા જાતકો જૂઠું બોલતા હોય છે અને શુરવીર પણ આ જાતકો હોય છે. આ યુતિ સારા રાજનેતા પણ બનાવે છે.

સૂર્ય-ગુરુ

આવા જાતક ધાર્મિક, પરોપકારી અને કર્મનિષ્ઠ હોય છે. ગુરુ એટલે જ્ઞાન , આધ્યાત્મિકતા આવા જાતકો જ્ઞાની હોય છે. આવા જાતકો ધર્મગુરુ પણ હોય છે. આવા જાતકો એક સારા ઉપદેશક હોય છે.

સૂર્ય-રાહુ/કેતુ

આ યુતિ થી ગ્રહણ યોગ બને છે. આવા જાતકો ને પિતૃ દોષ લાગુ પડે છે. જાતકનું જીવન સંઘર્ષમય બને છે. પિતાના સ્વાસ્થ્ય ની ચિંતા રહે છે. આ યુતિ સંઘર્ષમય જીવન આપે છે. પરંતુ ફરી થી કહીશ અભ્યાસ દ્વારા જ સચોટ તારણ આવી શકે.

આમ સૂર્યની અન્ય ગ્રહો સાથે યુતિનું પરિણામ હોતું હોય છે. આશા રાખું છું કે વાચક મિત્રોને આ લેખ ગમશે.

-Aastrologer Kirann.

શ્રાધ્ધ પક્ષ 

ભાદરવા વદ-૧ થી અમાસ સુધીનો પખવાડિયું એટલે શ્રાદ્ધપક્ષ સામાન્ય રીતે શ્રાદ્ધ પક્ષ એટલે પિતૃભક્તિ સમય. આ સમયમાં પિતૃઓને કરેલી સેવા અને ભક્તિ નું ફળ અચૂક મળે છે. એવું અમારું માનવું છે. 

 

જ્યોતિષશાસ્ત્રના વરાહમિહિર અને પારાસર મુનિના મંતવ્ય અનુસાર શ્રાદ્ધ પક્ષ એટલે આપણા પિતૃઓના પ્રકોપને શાંત પાડવા માટેનો અદભુત સમય ગણાયવાયો છે.આવી જ રીતે  જ્યોતિશસ્ત્રોમાં અલગ-અલગ વ્યાખ્યાઓ અને અલગ-અલગ ઉપાયો જણાવેલા છે. શ્રાધ પક્ષ ની વિશે વધુ માહિતી અને વિધિસર વિધી વિધાન માટે ગરુડપુરાણ , શ્રાદ્ધ મુખ અને ગૌતમ ધર્મસૂત્ર એવા ઘણા પુસ્તકો અને શાસ્ત્રોમાં વિસ્તારપૂર્વક લખવામાં આવેલું છે.

 

કહેવામાં આવે છે કે મનુષ્ય નું શરીર નષ્ટ થાય છે પરંતુ આત્મા અમર-અજર છે. જીવ મૃત્યુબાદ અલગ યોનિમાં સફર કરે છે કહેવામાં આવેલ છે કે મનુષ્ય મૃત્યુ બાદ ૮૪,૦૦૦ યોની નું સફર કરે છે. એટલે કે ૮૪,૦૦૦ યોનિમાં સફર કર્યા  બાદ મનુષ્ય રૂપી જન્મ મળતો હોય છે. હિન્દૂ માન્યતા અનુસાર મનુષ્ય મૃત્યુબાદ સ્વર્ગમાં ગતિ કરે છે અને પુણ્યઆત્માં મનુષ્ય અને દેવ યોનીને પ્રાપ્ત કરે છે. પરંતુ અતૃપ્ત અને અશાંત જીવ આપણી આજુબાજુમાં આપણા વાતાવરણમાં ભટકતા રહે છે. આ આપણા વડવા અને પિતૃઓને શાંત અને તૃપ્ત કરવા એટલે શ્રાદ્ધ પક્ષ માં કરવામાં આવેલ શ્રાદ્ધ. શ્રાદ્ધ કરવાવાળો જાતક સાંસારિક રીતે સુખમય બને છે અને મોક્ષ પ્રાપ્તિ માટે શ્રાદ્ધ કરવું જોઈએ.

 

જ્યોતિષ અનુસાર જ્યારે જાતક ની કુંડળીમાં શનિ-સૂર્યની યુતિ અથવા પ્રતિયુતિ હોય, શનિ-રાહુ અને સૂર્ય-રાહુ ની યુતિ અથવા પ્રતિયુતિ હોય તો તે જાતકને પિતૃદોષ લાગે છે. આ લેખમા આજે કેટલાક સામાન્ય શ્રાદ્ધ પક્ષ માટેની વિધિ જણાવુ છુ.આશા રાખું છે વાંચક મિત્રોને આ ગમશે અને ઉપયોગી નીવડશે. 

 

શ્રાદ્ધ પક્ષ દરમિયાન કુટુંબના દરેક સભ્યોએ પિતૃઓને સમાયાચના કરવી અને એમના આશીર્વાદ હંમેશા સાથે રહે તેવી પ્રાર્થના કરવી. કુટુંબના જયેષ્ઠ પુત્રએ શ્રાદ્ધ નું ભોજન 15 દિવસ બ્રાહ્મણો અને કાગડાને કરાવવું જોઈએ. બ્રાહ્મણ વિધિ અને મંત્રો દ્વારા તમારા પિતૃઓને આવાહન કરી ભોજન માટે આમંત્રિત કરે છે. કહેવાયું છે કે પિતૃઓ ગમે તે યોની માં હશે પણ શ્રાદ્ધ નું ભોજન કરવા અચૂક આવશે. 

 

સૂર્યસહિતા અનુસાર શ્રાદ્ધ પક્ષના 15 દિવસ દરમિયાન સવારે વહેલા ઉઠી ન્હાય-ધોઇ સ્વચ્છ પીળા વસ્ત્ર ધારણ કરવા અને સાક્ષાત સૂર્યનારાયણ દેવને દૂધપાક પૂરી ધરાવવા અને આદિત્યહ્ર્દય ના પાઠ કરવા અને પોતાના વડવા પિતૃઓને યાદ કરવા, ક્ષમા યાચના કરવી અને શ્રદ્ધા પૂર્વક ભોજન કરાવવું અને પ્રાર્થના કરવી કે આજીવન તમારા પર એમના આશીર્વાદ તમારા પર બન્યા રહે. શ્રાદ્ધ પક્ષમાં તર્પણ ભોજન વિજય મુહરત એટલે કે સવારે 11:36 થી બપોરે 12:45 દરિમયાન કરાવવું જોઇએ. તદુપરાંત પિંડદાન પણ શ્રાદ્ધ પક્ષ દરિમયાન કરવું જોઈએ.

 

ઉપર જણાવેલ ઉપરાંત શાસ્ત્રોમાં પાંચ પ્રકારની બલી નો ઉલ્લેખ કરવમાં આવેલ છે. બલી એટલે કોઈ પક્ષી કે પશુ ની હત્યા નહીં પરંતુ તેમને ભોજન કરાવવું. 

1 ગૌ બલી

2 શ્વાન બલી

3 કાગ બલી

4 દેવાદી બલી

5 પીપીળીકા બલી.

આ પાંચ ભોજન શ્રાદ્ધ પક્ષ દરમીયાન કરાવી શકાય.

 

પિતૃઓએ કરેલ ભોજન થી પિતૃઓ શાંત થાય છે અને તૃપ્ત થાય છે. માટે શ્રાદ્ધ પક્ષ માં પૂર્ણ શ્રદ્ધા સાથે પિતૃ ભક્તી કરવી જ જોઈએ. 

 

આશા રાખું છે મેં જાણેલ અને જણાવેલ આ શ્રાદ્ધ પક્ષ વિધિ તમને ઉપયોગી નીવડે. આ લેખ ને આગળ જરૂર થી શેર કરજો.

-Aastrologer Kirann

 “સંબંધ”

સ્ત્રી અને પુરુષ બંને જતું કરે ત્યારે એક સુંદર સંબંધ સર્જાય છે. સંબંધ ની સુંદરતા સાથે રહીને ચાલવામાં છે. એકબીજાને નીચા દેખાડવામાં નથી. એકબીજા માટે જતું કર્યું તેની ગણતરી કરવાથી  ક્યારેય પણ  સંબંધ ટકતો નથી. જેમ સિક્કાની બે બાજુ હોય છે. એમ જ બંને પાત્રની લાગણીઓ,વિચારસરણી ઓ પણ અલગ હોય છે. સમજણ, સહજતા અને  ધીરજ આ બાબતો જરૂરી છે કોઈપણ સંબંધમાં. પુરુષનો ત્યાગ સ્ત્રીના ત્યાગ જેટલો જ મહત્વનો છે. સંબંધ માં અપેક્ષા, માન-સનમાન અને લાગણીઓની ભૂખ હોયછે. જે સંબંધ સ્વાર્થ અને પૈસા ની જરૂરત પર ટકેલો હોય એ ક્ષણભંગુર માત્ર છે. 

મને લોકો પૂછે છે કે હું કેમ હંમેશા સ્ત્રી – પુરૂષ પર  જ વધારે લખવુ પસંદ કરું છું ? હું એટલું જ કહીશ કે આપણો જન્મ પણ એક સુંદર સંબંધ ના અસ્તિત્વમા આવવાના લીધે થયો છે. જે માણસ સંબંધથી સુખી એ માણસ સદા સુખી. જે માણસ સંબધથી દુઃખી તે માણસ ક્યાંય સુખી નથી. કોઈપણ સંબંધ  હમેશ બે વ્યક્તિઓથી હોય છે. એકલતાનો કોઈ સગો-સંબંધી નથી. બે વ્યક્તિ મળે ત્યારે તેમની લાગણીઓ, અપેક્ષાઓ, વિચારો બમણા થતાં હોય છે કારણકે તેમને આ બધું એક કરવાનું હોય છે. એટલે જ સંબંધો મા તકરાર, દરાર આવતી હોય છે અને જો આવા સમયે સ્ત્રી એની હઠ અને પુરુષ એનો અહમ પકડી રાખે તો ફક્ત એટલું જ કહેવા પૂરતું  રહે કે “વીનાશ કાળે વિપરીત બુદ્ધિ.” એકબીજાની ખામીઓ, ભૂલોને સુધારવી, સમજવી, સ્વીકારવી એ  એક માત્ર યોગ્ય વિકલ્પ છે. જે સંબંધ માં બે વ્યક્તિઓ એક ના થાય એને સંબંધ ના  કહી શકાય.

સંબંધનો સીધો સંબંધ અપેક્ષા સાથે જોડાયેલ છે. જયારે વ્યક્તિઓની અપેક્ષાને ઠેસ, અથવા તેમની અપેક્ષા પૂર્ણ નથી તયારે સંબંધમા તિરાડ પડે છે. એ જ રીતે જ્યારે બે વ્યક્તિ વચ્ચે કમ્યુનિકેશન ગેપ એટલે કે સંચાર,   સંદેશવ્યવહાર અને સાદી ભાષામાં કહ્યે તો બેસી ને વાત-ચીત ન કરવી અને  સમસ્યાઓને મુક્તપણે જણાવે નહીં તયારે આવી પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય છે. આવી પરિસ્થિતઓમાં પણ સંબંધ ને  સંકેલવા પડે છે. આના સિવાય પણ અન્ય પરિબળો છે જેના લીધે સંબધનો અંત  અણવો પડતો હોય છે.

એક વ્યક્તિની સમજણ, ત્યાગ કે પછી સહન કરવાથી ક્યારેય સમસ્યાનું સમાધાન નથી થતું. બંને વ્યકિતએ આ તમામ પરિબળો હંમેશા સમાન અને સરખે ભાગે આવે ત્યારે જ સંબંધ પૂર્ણ થયો ગણાય.

અનેક ભાષા-પરિભાષા માં સંબંધ ની વ્યાખ્યાઓ લખવામાં આવી છે પણ હું તમને ખાત્રી આપું છુ કે બધા સહમત થાય એવી સંબંધ ની એક પણ  વ્યાખ્યા આ જગતમાં લખાઈ નથી. મેં સોસીયલ મિડિયા પર  અનેક પોસ્ટ શેર કરી છે અને  અનેક પોસ્ટ વાંચી છે પણ પરફેટ તો કોઈ લખી શક્યું નથી આ નાના અમસ્થા “સંબંધ” શબ્દ વિશે અને હું પણ કદાચ આ શબ્દ પર પરફેક્ટ લખી શકી એમ કહેવું યોગ્ય નથી. 

અંતમાં એટલું જ  કહીશ  કે જેમ લાગણીઓ બદલાય એની સાથે જ “સંબંધ”ની વ્યાખ્યા પણ  બદલાય જાય છે.મારા  અવલોકન પ્રમાણે  હું એટલું જ કહીશ કે “સંબંધ” એટલે “સમય” કદાચ મારી આ વાત સાથે તમે પણ સહમત થશો.

Hair Pack for Soft, Glowing, Anti-Dandruff, Silky and Healthy Hair.

Before two days ago, I have posted my photo on FB and Instagram and I getting good compliments for my hair. I have been asked by few ladies about hair pack I use. So, today for the first time I am sharing the hair pack on my blog. I hope you all would like to use it too. This hair pack will enrich your hair and gives you shiny, silky, soft and anti-dandruff hair. Regular use of this hair pack will help you prevent hair fall too. The ingredients are easily available either in the market or in the kitchen. Both male and female can use this hair pack. Quantity I am sharing is for the shoulder length hair you may add or deduct as per your hair length.

List of ingredients

1) Vitamin E Gel capsule (4 capsules) I use Evion 400 Vitamin E capsule. You may use good quality of vitamin E oil instead of it but if have or you could get this capsule it would be very good.

2) Glycerine (1 teaspoon) easily available on grocery shop.

3) Neem Oil (1 teaspoon) if you don’t have or you couldn’t get than you make take neem power too.

4) Apple Cider Vinegar (4 teaspoons) easily available at the grocery shop.

5) Castrol Oil (1 teaspoon) easily available at the grocery shop.

6) Aloe Vera Gel Fresh (2 tablespoons) if you don’t have fresh you may buy it from the market easily available. Even you can buy it from Patanjali Store.

7) Aloe Vera Oil (1 teaspoon) it is optional.

8) Veg. Mayonnaise (4 tablespoons) it has a good benefit. Easily available at any grocery store.

9) Shikakai Power (1 teaspoon) a very good and beneficial ingredient.

10) Coffee Powder (1 teaspoon) a very good and beneficial ingredient.

Mix all ingredients well and make it as gravy form. Leave the pack for 15 minutes aside so that all the ingredients mix well. After 15 min applies it on your hair from the root until the end of your hair. Keep it for one and half hours on your hair and then wash it with any mild shampoo and conditioner. I got a very good result in first use. Try it twice and thrice a week for best and healthy hair… Keep smiling guys. Please comment your result here. Waiting for your result…

An Awkward Situation by Sri Sri Ravishankar Why do you feel awkward? And how do you get out of it? 

If you have always been the center of attention, and are suddenly sidelined, you may feel out of place. Similarly if you have always been on the side lines, and are suddenly pushed to center stage, you may experience restlessness. If you are used to ordering, and suddenly have to take orders, or, if you usually follow orders, and you are made to give them, you may feel out of place. A very busy person with nothing to do, or a laid back person who is faced with a lot of responsibilities may experience restlessness. Very often, feeling out of place blocks the reason and distorts the logic.

If the situation you are in is inevitable, tolerate it. If it’s avoidable, walk out of it. If you feel that it can expand your abilities, smile through it. Every awkward situation increases your comfort zone. Every awkward situation is a test for how deep you are in the Knowledge.

Love something of an awkward situation. This will increase your comfort zone. When your comfort zone increases, no one will be able to push your buttons and you will become so centered and unshakable.

“Feminism isn’t about man versus woman” -Mira Rajput Kapoor and I agree.

Recently, Mira Rajput Kapoor spoke at gathering on the event of International Women’s Day. Where she shared and talked about Feminism, Motherhood and being a homemaker. Talking about Feminism she said, “Feminism isn’t about man versus woman, it’s about equality.” While talking about motherhood she said that what is important is being healthy, a healthy mother. She has been asked about working she has not uttered a single bad word for working woman. In fact, she said about her personal life, her upbringing and how she and her sisters have been raised and it seems she was feeling proud and why shouldn’t she? I have seen her complete interview. I have heard what she said and all that have been said were very encouraging and something new to heard about feminism.

She has been criticized and trolled by social media on her statement “I wouldn’t want to spend one hour with Misha  (Mira and Shahid’s daughter) and then rush off to work, why did I have her? Misha is not a puppy. I want to be there for her” some women have written an open letter to Mira, some of fans/persons have been trolled her by twitting jokes, some of them have praised her too. Here Mira’s Intention just wants to say that she doesn’t want to treat her baby like a puppy and what’s wrong in it? Even I don’t want to treat my son like a puppy. I am a lawyer; I am a working woman I have given break to my career after the birth of my son. He is now of 2 and a half. We all know that how we treat a pet at home? Especially when all members are working, Generally, Pets have been handed over to maid/servant/caretaker and we do spend a little time with them in another word I would say “when we get free from work.” Aren’t we? So, what’s wrong if she said so.?

We love to take pride of titles, mother, wife, daughter etc… but when it comes to doing our titles we talk about being independent and equality. Few of women’s said that they want to set down to an example to her daughter to be working and independent like them that is the reason that they are working. I say that most of from us know and also have seen our mother being homemaker/housewives and we all are working and independent aren’t we? I have stopped working after my son’s birth I will start again until he turns to 5 or I may not even start if he needs me forever. Nothing wrongs in it. IT’S OKEY if you aren’t working or you stopped working for awhile. Being multitasking is also good but it’s not good if it’s just because you want to set an example if it so then you are dependable. Let’s take pride of feminism completely by saying the “Feminism isn’t man versus woman.” Don’t ever cry over scarifies you have done or either stop scarifying.

Happy Women’s Day. 

Writer: Kishor D. Khunti (Rahul) 

લેખક : કિશોર ડી. ખુંટી(રાહુલ)

“શકિત ને શકિતની ખબર નથી,”

તને તારી ખબર નથી ને મને મારી ખબર નથી,

સાંભળ્યું છે ઘણા ને કહેતા,  નારી જ છે જન્મ આપનારી છતાં નારીને તેની અણસાર પણ નથી,

શહયા કરે છે સામાજિક શાષણો તોય

પોતાની અવગણના ની એને ખબર નથી 
જણાવું છું આજ તુજને એ નારી,

જો તુજ છે જગત જણનારી તોયે
તુજ શું કામ છે સઘળૂં સહનારી ?
જો જણે છે નારી જ નર તો પણ શું કામ રહે છે ઓસિયાળી?

જો નારી જઝુમીને બને છે બાળ જણનારી, તો કેમ ન બની શકે અત્યાચારો ને હણનારી?

નારી છે સૌ શિક્ષકો સમાન તો એક સીખ આપી શું કામ ન બની શકે સામાજિક વિચારધારા સુધારનારી?

સૌ શિક્ષકો એ ભણાવ્યા હશેને નારી ને લાંછન લગાડનારા નુગરા નરોને?

તોયે સુધાર માટે જરૂરી હોઈશ તુજ સર્વે શકિતશાળી એવી બસ તુ જ એક નારી,
પોષણ પામે છે મારી અર્ધાંગીનીના ઉદરમાં જે, હું ઈચ્છું છું અવતારનાર એ પણ હોય એક નારી, 

પછી જોવ છું એ જંગલી જોરાવરોના જડબા કેમ ઉચ્ચારે કટુ વચનો,
કારણ બનાવીશું હું ને મારી અર્ધાંગીની એ નારીને, જે હડાહડ હાંક મારીને કહેશે. 

“નારી જ બસ નારી  શકિતશાળી”
નારી દિવસ અર્થે રાહુલભાઇના સરસ અને સાહસીક શબ્દો માટે કોટી કોટી ધન્ય​વાદ.. આજ એ હરેક નારીને સલામ જે પડ્યા ભાંગ્યા પછી પણ અડિખમ ઉભી છે. નારી તુ કદી ના હારી. 

“તમારે કેવા સમાજ થવુ છે?”

Writer:

Kiran Parmar

Chetan Nagajanbhai Keshwala

રાજીવ બસમાં સફર કરી રહ્યો છે. બસ એક બસ સ્ટોપ પર આવી ઉભી,એક યુવતી બસમા ચઢે છે અને બેસવા માટે સીટ શોધી રહી છે. યુવતીએ જોયુ કે બસમાં બે સીટ ખાલી છે. યુવતીએ વેસ્ટર્ન પહેરવેશ પહેરલ છે. યુવતી એક ઉંમરલાયક પુરૂષ પાસે ખાલી રહેલી સીટ પર બેસે છે. રાજીવ આબધુ નીહાળી રહ્યો છે. થોડીવાર થઇ યુવતી ગુસ્સામા ઉભી થઈ એક યુવાનની બાજુમાં પડેલી ખાલી સીટ પર જઇ બેસી ગઇ. રાજીવ એ જોયુ યુવતીની આંખોમા આશું છે અને તે ગુસ્સે છે. પેલો ઉંમરલાયક પુરૂષ વારે વારે પાછુ ફરી યુવતી સામે જોતો હતો. પેલી યુવતી ગુસ્સે થઇ બારી તરફ મોઢુ ફેરવી ગઇ. રાજીવ ને થયુ કે પુછી જોઉ કે શું થયુ પણ જાહેરમાં પુછવુ યોગ્ય ના લાગ્યુ. રાજીવ નુ સ્ટોપ આવી ગયુ. રાજીવ બસમાંથી ઉતરી જાઇ છે.

રાજીવ તેના સરને મળવા જતો હતો. સરના ઘર તરફ જતા રસ્તામાં પેલી યુવતીના જ વિચારો આવતા હતા. શું થયુ હસે અ યુવતીને? આ વિચારો સાથે રાજીવ તેના સરના ઘરે પહોચે છે. ડોરબેલ વગાડે છે, દરવાજો ખુલ્લે છે. સર રાજીવ ને જોઇને “અરે રાજીવ આવ તારી જ રાહ જોતો હતો” રાજીવ ઘરમા પ્રવેશે છે. સર રાજીવ ને વિચારમગ્ન જુવે છે અને કહે છે “ચાલ ચા બનાવ્યે” રાજીવ અને સર રસોડામાં ચા બનાવે છે. સર રાજીવ સામે જોઇ પુછે છે.”શું થયુ ક્યાં વિચારોમાં ખોવાયો છુ” રાજીવ બસમા બનેલ ઘટના વિશે કહે છે. ચા ઉકરીને ત્યાર થઇ ગઇ છે. રાજીવ અને સર ચા ટેબલ પર મુકે છે અને ખુરશી પર બેસેછે. ચા પીતા સર રાજીવ ને કહે છે.” રાજીવ, તને હજુ જિંદગીનો અનુભવ નથી પણ આવુ ઘણી યુવતી સાથે થતુ હોય છે, બસ, રિક્ષા, ટ્રેન અને ઘણા સાર્વજનીક સ્થળે” રાજીવ એકદમ મુઝવણથી “કેવા બનાવ સર?” રાજીવ ને  વધુ સારી રીતે સમજાઇ એ માટે સરએ થોડા વિસ્તારમાં સમજાવ્યુ ” રાજીવ , આપણા સમાજમાં હજુ પણ ક્યાક સ્ત્રીઓને પાબંદી છે. જેમકે પહેરવેશથી લઇને મિત્રો સુધી.” રાજીવ ચાનો કપ ટેબલ પર મુક્તા” હા સર, મે જોયુ છે કે જીન્સ  ટી-શર્ટ પહેરવાએ આપણા સમાજના અમુક લોકોને પસંદ નથી. પણ હુતો સર એવુ માનુ છુ કે સાડી કરતા વધારે અનુકુળ જીન્સ અને ટી-શર્ટ છે, તો આવા વિચારો ને વિચારધારા શાં માટે? એવુ ના થઇ શકે કે સ્ત્રી પોતાને જે પહેરવુ હોય પહેરે? અને આપણા પુરૂષોને આવી રોક ટોક કેમ નથી?” સર રાજીવ ની આંખોમા જોઇ ને  “રાજીવ બધા પુરૂષો જો તારા જેવુ વિચારતા હોત તો આજે દેશમા સ્ત્રીઓને બળત્કાર જેવા ગુન્હાનો ભય ના સતાવતો હોત, રાજીવ , આપણા સમાજમા સ્ત્રીને પહેરવેશને લઇને જે રોક-ટોક છે એ અમુક હલકા વિચારોવાળા પુરૂષોને લિધે છે. જેમા ઉંમરલાયક પુરૂષોનો પણ સમાવેશ થાય છે,શારીરીક ફેરફાર તો થાય પણ હલ્કા વિચારોમાં ફેરફાર નથી થતો. ઉંમરલાયક હલ્કા વિચારોવાળા પુરૂષો સ્ત્રીઓને શારિરિક અડપલા કરે છે કારણકે તેમની પાસે સારા બનીને સબંધ બાધવનો સમય નથી અને હલ્કા વિચારોવાળા યુવાનો સારાબનવાનો દેખાડો કરે છે અને સબંધ બાધવાનુ કરે છે. એટલે જ કદાચ સ્ત્રી બસ, ટ્રેન વગેરેમા ઉંમરલાયક પુરૂષ પાસે નથી બેસતી પણ આપણા સમાજને એમા પણ વાંધો છે. અન્ય લોકો ને હલ્કા વિચારોવાળાનો ભય સતાવે એટલે સ્ત્રીઓને રોક-ટોક કરે.” રાજીવ એક્દમ ઉદાસ અને મૌન છે. સર રાજીવ ના ખભા પર હાથ મુકે છે અને કહે છે ” રાજીવ તને ખબર છે આ સમાજ કોણ છે?” રાજીવ સર સામે જુવે છે. સર ક્ષણવાર થોભીને “તુ અને હુ” રાજીવ સર સામે જોઇ રહ્યો..

રાજીવ સરના ઘરેથી રજા લઇ બસ સ્ટોપ પર આવીને બસની રાહ જુવે છે. બસ આવે છે. રાજીવ બસમા બેસે છે. બસ બીજા સ્ટોપ પર ઉભે છે. એક યુવતી બસમાં  ચઢે છે. સીટ શોધે અને એવુ જ બને છે જે પેલા બન્યુ. યુવતી ગુસ્સામા બિજી સીટ પર જઇને બેસે છે. રાજીવ ઉભો થાઇ છે પેલી યુવતીની સીટ પાસે જઇને પુછે છે”શું થયુ?” પેલી યુવતી ઉંમરલાયક પુરૂષ સામે જોઇ રડી પડે છે.  રાજીવ પેલા પુરૂષ સામે જોતો જોતો બસ કંડકટર પાસે જાઇ છે અને કહે છે”બસ નજીકના પોલીસ  સ્ટેશન પાસે ઉભી રહેશે બિજે ક્યાય નહિ” કંડકટર રાજીવ નો ગુસ્સો અને જુસ્સો જોઇને ડ્રાઇવરને કહે છે “બસ પોલીસ સ્ટેશન ઉભી રહેશે બીજે ક્યાય નહિ”. બસના બન્ને દરવાજા બંધ કરી દેવાયા. ઉંમરલાયક પુરૂષ સમજી ગયો અને ડઘાઇ ગયો. રાજીવ પેલી યુવતીની સીટની બાજુમાં બેઠેલા યુવાનને કે છે કે “જા પેલા કાકા પાસે જઇને બેસી જા.” પેલો યુવક તરજ ઉભો થઇ પેલા ઉંમરલાયક પુરૂષ પાસે જઈને બેસી જાય છે. પેલી યુવતી હજુ પણ રડે છે. ચેતન યુવતીની પાછળની સિટમા બેઠેલી સ્ત્રીને કહે છે કે”તમારે ઘરમા દિકરી,વહુ, પોત્રી, બહેન કોઇ હશે ને? એમ સમજો કે એ આ યુવતી છે. જાઉ શાંત કરો” પેલી સ્ત્રી રાજીવ સામે જોતા જોતા યુવતીની સીટની બાજુમા જઇને બેસી ગઇને યુવતીને જુવે છે. યુવતી એ સ્ત્રીને વળગીને ખુબ રડે છે. બસમાં બેઠેલા બધા રાજીવ સામે જોવે છે. રાજીવ એટલો જ ગુસ્સા અને જુસ્સામા છે અને કહે છે કે “હુ અને તમે આપણે સમાજ છીએ.તમે નક્કિ કરો તમારે કેવા સમાજ થવુ છે.?”

રાજીવ એ તો નક્કિ કરી લીધુ શું તમે નક્કિ કર્યુ?

ચેતનભાઇએ મને તેમના વિચારો ઇ-મેઇલથી મોકલેલ અને મને ખુબ જ ગમ્યા આ વીચારોમા મે થોડા મારા વિચારો ઉમેરી એક સરસ ટુંકી વાર્તા લખી છે. જે સમાજ ઉપયોગી પણ નિવડશે. મને ગર્વ છે કે આપણા સમાજમા ચેતનભાઇ જેવા વિચારો ધરાવતા વ્યક્તિઓ પણ છે.